Gujarat
વડસરના ફ્લેટના બે ફ્લેટમાંંથી દાગીના અને રોકડની ચોરી
By GS TEAM
2 May 20261 min read

વડોદરા,વડસર વિશ્વામિત્રી રોડ પર આવેલા મેમરીઝ ફ્લેટના બે મકાનના તાળા તોડી ચોર ટોળકી ફરાર થઇ ગઇ હતી.
વડસર વિશ્વામિત્રી રોડ મેમરીઝ ફ્લેટમાં રહેતા અનુરાગભાઇ શ્રીદયાનંદભાઇ પાંડે પોતાના પુત્રની બાબરી માટે ે મકાનને તાળું મારી પરિવાર સાથે વતન ઉત્તરપ્રદેશના બલીયા ગામે ગયા હતા.તે દરમિયાન ચોર ટોળકી તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા ૫૫ હજાર મળી કુલ રૃપિયા ૧.૮૫ લાખની મતા ચોરી ગઇ હતી. અનુરાગભાઇના ફ્લેટની સામે આવેલા અન્ય ફ્લેટના પણ તાળા તૂટયા હતા.પરંતુ, તે ફ્લેટમાંથી કોઇ ચોરી થઇ નથી.








