Gujarat

ડેસરના સોનીની દાગીના અને રોકડ લીધા બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી

By GS TEAM
6 Jun 20262 mins read
ડેસરના સોનીની દાગીના અને રોકડ લીધા બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી

ડેસર તા.૬ વડોદરા જિલ્લાના ડેસરના એક સોનીએ ઘરેણાં બનાવવાના બહાને અનેક લોકો પાસેથી રોકડ તેમજ સોનું લીધા બાદ દાગીના તૈયાર કરીને આપ્યા ન હતા. સોની પાસેથી પૈસા પરત માગતા ધમકીઓ આપતા ગ્રાહકોએ પોલીસનો સહારો લીધો છે.

હાલોલમાં રહેતા આરઝુબેન ઘાંચીએ ડેસર પોલીસ મથકે ડેસરના જવેલર્સ સંજય ચંપકલાલ સોની સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સોનીએ મારી પાસેથી સોનાના ઘરેણાં બનાવવાના બહાને રોકડ અને સોનું લીધુ હતું. બ્રેસલેટ બનાવવા માટે રૃા.૮૦ હજાર લીધા  હતાં. માત્ર મારી પાસેથી જ નહી પરંતુ અન્ય ગ્રાહકો પાસેથી પણ સોનું તેમજ રોકડ લીધી હતી.

ડેસરના સંજય સોનીએ વિવિધ ગ્રાહકો પાસેથી કુલ રૃા.૬.૫૮ લાખ રોકડ તથા ૧૦  તોલાથી વધુ સોનું, જેની કિંમત આશરે રૃા.૬.૪૩ લાખ મળી કુલ રૃા.૧૩.૦૧ લાખની છેતરપિંડી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભોગ બનનાર ગ્રાહકો છેલ્લા ઘણા સમયથી સોનીની દુકાને જઈ પોતાના પૈસા અને સોનું પરત માગતા હતા. પરંતુ સોની વારંવાર ખોટા વાયદા કરી સમય કાઢતો હતો. લાંબા સમય સુધી આશા રાખ્યા બાદ પણ પૈસા કે સોનું પરત નહી મળતાં આખરે પીડિત ગ્રાહકોએ પોલીસનો આશરો લીધો હતો.

પોલીસ તપાસમાં વધુ પીડિત ગ્રાહકો અથવા અન્ય આથક લેવડદેવડ બહાર આવે તેવી શક્યતા છે. ડેસર પંથકમાં સોની દ્વારા થયેલી છેતરપિંડીનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો ર્છે.


ભોગ બનનારાના નામ

- આરઝુબેન ઘાંચી

- શૈલેષકુમાર ચાવડા

- અર્જુનભાઈ સોલંકી

- હરેશભાઈ પરમાર

- આશાબેન પરમાર

- મીનાબેન પરમાર

- સંતોકબેન ચૌહાણ

- સવિતાબેન દરબાર

- મહેન્દ્રસિંહ ચૌહાણ