Jamnagar : મોરબીમાં સામાન્ય બાબતે સોની યુવાનની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે જામનગરમાં સોની બજારના વેપારીઓએ બંધ પાળ્યો હતો, અને ચાંદીબજારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સોની વેપારીઓએ હાથમાં સૂત્રો લખેલ પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતાં. જેમાં લખાણ કરાયું હતું કે, 'આરોપીને ફાંસી આપો, 11 માસની બાળકીના પિતા, જતિન સોનીને ન્યાય આપો' આ પછી કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી.


