Get The App

જામનગરની ખેડૂત પુત્રી બંગાળ સરહદે માદક પદાર્થની હેરાફેરી અટકાવશે

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરની ખેડૂત પુત્રી બંગાળ સરહદે માદક પદાર્થની હેરાફેરી અટકાવશે 1 - image

ગુજરાતમાંથી 22 યુવતીની BSFમાં પસંદગી : જામનગર જિલ્લાની 2  યુવતીએ ભુજ અને રાજકોટમાં આકરી કસોટીમાં ઉત્તીર્ણ થયા બાદ મધ્યપ્રદેશમાં 44 અઠવાડિયાની કઠોર તાલીમ લીધી 

જામનગર, : જામનગર જિલ્લાના મૂળ વરણા ગામના વતની અને હાલ જામનગરમાં સ્થાયી થયેલા ખેડૂત પરિવારની દીકરીએ જય જવાન જય કિસાન સૂત્રને વાસ્તવમાં સાર્થક કર્યું હોય એમ લશ્કરી તાલીમ મેળવીને બીએસએફમાં સ્થાન મેળવ્યું છે, જે હવે તા.ર ફેબુ્રઆરીથી બંગાળ સરહદે ફરજ બજાવવા લાગી જશે. 

અહીની મિરલબેન દિનેશભાઈ મોલિયા નામની બાવીસ વર્ષીય લેઉવા પાટીદાર યુવતીએ નાનપણથી જ સેનામાં જોડાવાનું સ્વપ્ન રાખ્યુું હતું. સામાન્ય રીતે પુરૂષ પ્રધાન ક્ષેત્રમાં મહિલાઓ  જતા અચકાય છે પણ આ યુવતીએ દ્રઢ મનોબળ સાથે નિશ્ચય કર્યો હોવાથી પરિવારે લીલીઝંડી આપી દેશ સેવા માટે દીકરીને આગળ વધવા આશીર્વાદ આપ્યા હતા. આ દીકરી અને અન્ય દીકરીઓએ ગુજરાતમાંથી ફોર્મ ભર્યા હતા જેમાંથી ગુજરાતમાંથી  22યુવતીઓની પસંદગી  થઈ છે. એમાં જામનગર જિલ્લાની બે યુવતીઓનો સમાવેશ થાય છે. 

મિરલે સ્ટાફ સિલેક્શન પરીક્ષા પાસ કરીને ભુજ ખાતે ગ્રાઉન્ડ ટેસ્ટ અને રાજકોટ ખાતે લેખિત પરીક્ષા ઉત્તીર્ણ કરી મેડિકલ ફિટનેસ અને ફિઝિકલ ટેસ્ટ પણ સફળતાથી પાર કરી લીધી હતી. હવે તે તા. 2થી ઉત્તર બંગાળના પંજીપારા ખાતે બીએસએફ  ડયુટી જોઈન કરશે. અહી સરહદ સાચવવા ઉપરાંત ત્યાં થતી પશુઓની તસ્કરી, નશાકારક પદાર્થોની હેરાફેરી બંધ કરાવવાની ફરજ બજાવશે.