Get The App

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા 1 - image

Jamnagar Gambling Raid : જામનગરના પટણીવાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સીટીએ ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ચાર શખ્સોની અટકાયત કરી છે.

જામનગરના પોલીસ સ્ટાફે ગઈકાલે રાત્રે જુગાર અંગે દરોડો પાડી પટણીવાડ વિસ્તારમાંથી અસગર ઇબ્રાહીમભાઇ કુરેશી, અફઝલ યાકુભાઈ વહેવારીયા, શહેઝાદ અબ્દુલભાઈ ગરાણા તેમજ શરીફ બોદુભાઈ પટણીની અટકાયત કરી લીધી છે. તેઓ પાસેથી રૂપિયા 10,300 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.