Gujarat

જામનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ'ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ

By GS TEAM
18 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર શહેર જિલ્લાની જુદી જુદી બેન્કોમાં ખાતા ખોલાવી નાણાંની ગેરકાયદે હેરફેર કરવાના સંદર્ભમાં કુલ 55 આરોપીઓ સામે 24 ગુન્હા નોંધાવાયા જામનગર જિલ્લામાં કુલ 23 પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ'ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ

Jamnagar Operation Mule Hunt : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' ચલાવવામાં આવી રહ્યું છે, જે ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 23 પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા 9.60 લાખનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

સરકાર પક્ષે સીટી સી. ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા ફરિયાદી બન્યા હતા અને જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા જયદીપ મહેન્દ્રભાઈ ધોણીયા, ઉપરાંત વિપુલ મોહનભાઈ વસોયા, શાહીદ ખફી, તેમજ સદ્દામ બશીરભાઈ ખફી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ ચારેય દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ 9,60,000 ની રકમ, કે જેનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 55 આરોપીઓ સામે 24 ફરિયાદ દાખલ કરી લેવાઇ છે, અને સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.