Get The App

જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા 1 - image

Jamnagar Gambling Raid : જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે જુદા જુદા ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને બે મહિલાઓ સહિત 12 આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યું છે.

 જુગાર અંગેનો સૌ પ્રથમ દરોડો મહારાજા સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી સમીનબેન ફરિદભાઈ પટણી, રૂકસાનાબેન મુસાભાઈ મેમણ, જાવીદ કાસમભાઈ સમા, અને રહીમ અબ્બાસભાઈ પઠાણ વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 2,400 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગાર અંગેનો બીજો દરોડો રતનબાઇ મસ્જીદ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં રૂપિયાના સિક્કા ઉછાળી કાંટ છાપનો જુગાર રમી રહેલા દેવાભાઈ રાણાભાઇ તેમજ તોહિત હુસેનભાઈ કમોરાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 2,252 ની રોકડ રકમ કબજે કરી છે.

 આ ઉપરાંત જુગાર અંગેનો ત્રીજો દરોડો કૌશલ નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જીતેન્દ્ર મૂળજીભાઈ લાખાણી, રણજીતસિંહ જસુભા જેઠવા, લવેસ કાંતિલાલ વ્યાસ, રાજેશ શાંતિલાલ સોની, અને અશ્વિન રતિલાલ ખેતાણી વગેરે ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 12,600 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યું છે.