Get The App

જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા 1 - image

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે માનસી હોટલ પાછળ આવેલ ખોડીયાર પ્લાસ્ટીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ વણશોધાયેલ ચોરીના ગુનાઓ ઉકેલવા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

જે અનુસંધાને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એન. શેખ તથા ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 

દરમિયાન તાજેતરમાં ખીજડીયા બાયપાસ નજીક આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાથી ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. જે ચોરી કરનાર આરોપીઓને શોધવા માટે પંચકોશી એ. ડિવિઝન પોલીસે કવાયત શરૂ કરી હતી, દરમિયાન પોલીસ ઘટનાસ્થળ આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ તથા સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યું હતું.

ખાનગી બાતમીના આધારે નવા ગામ નજીક નદીના કાંઠે રેઇડ કરતાં ચાર ઇસમો ધીરુભાઈ બાપુભાઈ સોલંકી,આઇધનભાઈ બાપુભાઈ વાઘેલા,પ્રેમજીભાઈ રામધનભાઈ વાઘેલા, અને પ્રવિણ કરીમ ગોવિંદભાઈ વાઘેલા ને પકડી પાડવામાં આવ્યા હતા. તેઓ સી.એન.જી. રિક્ષા અને મોટરસાયકલ દ્વારા ચોરીનો ભંગાર હેરાફેરી કરતા હતા.

તેઓ પાસેથી પીતળનો ભંગાર આશરે 60 કિ.ગ્રા. (રૂ. 50,000) કોપરનો ભંગાર આશરે 20 કિ.ગ્રા. (રૂ. 14,000), કોમ્પ્યુટર અને પ્રિન્ટર (રૂ. 2000) અન્ય સામાન (રૂ. 3,300) એક સી.એન.જી. રિક્ષા તથા 3 મોટરસાયકલ (રૂ. 2,20,000) મળીને અંદાજે રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.