Get The App

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઈકમાં દારૂની હેરાફેરી પકડાઈ

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઈકમાં દારૂની હેરાફેરી પકડાઈ 1 - image

Jamnagar Police : જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે પાડેલા અલગ-અલગ બે દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, એક કાર અને એક મોટરસાયકલ સહિત કુલ રૂ.2,51,600 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રથમ દરોડો નવાગામ ઘેડના ખડખડનગર વિસ્તારમાં માવજીભાઈની દુકાન નજીક પાડવામાં આવ્યો હતો. જેમાં મુકેશ રાયમલભાઈ લોલાડિયાને પરમીટ વિના ફોર્ડ ફિગો કારમાં દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલો મળી આવ્યો હતો. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની 97 બોટલ કિંમત રૂ.29,100 તથા રૂ.1 લાખ 75 હજારની કિંમતની કાર સહિત કુલ રૂ.2,04,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં વિકી ઠાકોર નામના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં નવાગામ ઘેડના ખડખડનગર વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી નજીક પોલીસે મોહિતભાઈ કાનાભાઈ ચાવડાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.7,500 કિંમતના વિદેશી દારૂના 25 ચપલા તથા રૂ.40 હજારની કિંમતની એક્સેસ મોટરસાયકલ મળી કુલ રૂ.47,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અરજણભાઈ માંડણભાઈ જોગલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બંને બનાવોમાં પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.