Gujarat

જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ

By GS TEAM
10 May 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમનને (11મી મે) હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર સુરક્ષા તંત્ર ‘એલર્ટ મોડ’ પર આવી ગયું છે. વડાપ્રધાનના પ્રવાસને નિર્વિઘ્ન સંપન્ન કરવા માટે ગઈકાલે મોડી રાત્રે સુરક્ષા એજન્સીઓ દ્વારા એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધી ભવ્ય રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ

PM Modi Visit In Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમનને (11મી મે) હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર સુરક્ષા તંત્ર ‘એલર્ટ મોડ’ પર આવી ગયું છે. વડાપ્રધાનના પ્રવાસને નિર્વિઘ્ન સંપન્ન કરવા માટે ગઈકાલે મોડી રાત્રે સુરક્ષા એજન્સીઓ દ્વારા એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધી ભવ્ય રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

પી.એમ. રૂટ પર કાફલાનું ગ્રાન્ડ રિહર્સલ

મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે એરફોર્સ સ્ટેશનથી શરૂ થયેલું રિહર્સલ સર્કિટ હાઉસ સુધીના નક્કી કરેલા રૂટ પર યોજાયું હતું. ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ અને પોલીસના વાહનોનો મોટો કાફલો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં જામનગરના નાગરિકો રસ્તાની બંને બાજુ ઉમટી પડ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત જાળવી ટ્રાફિક વ્યવસ્થાનું સુચારૂ સંચાલન કર્યું હતું.

પાંચ જિલ્લાની પોલીસ ફોર્સ જામનગરમાં તહેનાત

વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ કચાસ ન રહે તે માટે જામનગર ઉપરાંત રાજકોટ, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ટીમોને પણ અહીં બોલાવી લેવામાં આવી છે. ખાસ કરીને લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) અને એસ.ઓ.જી. (SOG) ની ટીમો સઘન પેટ્રોલીંગ કરી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા રૂટ પરના દરેક ખૂણે ચકાસણી કરવામાં આવી રહી છે. મહિલા પોલીસ કર્મચારીઓની વિશેષ ટીમો દ્વારા પણ સંવેદનશીલ સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે.

સઘન ચેકિંગ અને સુરક્ષા પ્રોટોકોલ

લાલ બંગલા સર્કલ, સર્કિટ હાઉસ અને એરફોર્સ સ્ટેશન જેવા મહત્વના સ્થળોએ મેટલ ડિટેક્ટરની મદદથી બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા સમૂહ પરેડ અને સુરક્ષા પ્રોટોકોલનું રિહર્સલ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલ સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવો કડક સુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે.