Get The App

જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીને 5 લાખના ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની જેલની સજા

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીને 5 લાખના ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની જેલની સજા 1 - image

Jamnagar Court : જામનગર શહેરના સિદ્ધાર્થનગરમાં રહેતા પરમાર અજયભાઈ ભગવાનજીભાઈએ તેમના મિત્ર યગ્નેશ ભીખુભાઈ ખારેચાને રૂા.5,00,000 ધંધાકીય જરૂરીયાત માટે મિત્રતાના સબંધમાં હાથ ઉછીના આપ્યા હતા. અને તેની પરત ચુકવણી માટે ચેક આપેલ હતો. જે ચેક પરમાર અજયભાઇ ભગવાનજીભાઈ દ્વારા  પોતાના ખાતામાં જમા કરાવતા " અપુરતા ભંડોળના ” શેરા સાથે ચેક પરત ફર્યો હતો.  જે અંગે પરમાર અજયભાઇ ભગવાનજીભાઈ દ્વારા યગ્નેશ ભીખુભાઈ ખારેચા વિરૂધ્ધ ધી નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ - 138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. 

જે કેસ ચાલી જતા કોર્ટ સમક્ષ ફરીયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદલીલ તેમજ રેકર્ડ પર આવેલ પુરાવા તેમજ હાયર ઓથોરીટીના ચુકાદા ધ્યાને લઈ આરોપી યગ્નેશ ભીખુભાઈ ખારેચાને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સજા તેમજ ચેકની રકમ રૂા.5,00,000 નો દંડ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવા તેમજ જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 3 માસની કેદની સજા કરતો હુકમ બી.આર.દવે દ્વારા કરવામાં આવ્યો હતો.