Gujarat

જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન

By GS TEAM
8 May 20261 min read
TukuTouch Logo
જી.જી. હોસ્પિટલના યુરીનલ, બાથરૂમની યોગ્ય સફાઈ થાય તે અંગેની પૂરતી તકેદારી અને કાળજી લેવામાં આવે તેવી લોક માંગ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન

Jamnagar GG Hospital : સૌરાષ્ટ્ર સૌથી મોટી હોસ્પિટલ એટલે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ કે જ્યાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશિર્વાદ સમાન છે, અને અહીં દરરોજના હજારોની સંખ્યામાં દર્દીઓ જામનગર જ નહીં જામનગર જીલ્લા ઉપરાંત દેવભૂમિ-દ્વારકા તેમજ અન્ય જિલ્લાના લોકો પણ સારવાર અર્થે અહીં આવતા હોય છે પરંતુ સફાઈના મુદ્દે છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં તંત્રની નિષ્કાળજી જોવા મળી રહી છે.

નવી બિલ્ડિંગમાં વોર્ડના બાથરૂમમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે દર્દીઓ વધુ બિમારીનો ભોગ બને તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જી.જી.હોસ્પિટલના બાથરૂમ, યુરિનલ/ટોયલેટની એવી સ્થિતિ હતી, કે તમે ત્યાં ઊભા રહી શકો નહીં. સફાઈ તંત્ર એ તાત્કાલિક અસરથી હોસ્પિટલના યુરીનલ, બાથરૂમની યોગ્ય સફાઈ થાય, તે અંગેની પૂરતી તકેદારી અને કાળજી લેવામાં આવે, તેવી લોક માંગ ઉઠી રહી છે.