Get The App

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ : કાર્યકરો ઉમટ્યા

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ : કાર્યકરો ઉમટ્યા 1 - image

Jamnagar Election : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં જોરદાર ધમધમાટ જોવા મળ્યો હતો.

જામનગરના ગાંધીનગર રોડ ખાતે આવેલા વિશ્વકર્મા બાગમાં ગત રાત્રિના 12.00 વાગ્યાથી જ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ : કાર્યકરો ઉમટ્યા 2 - image

આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા,મૃગેશ દવે, ભાવેશ ઠુમર અને શહેર ભાજપના અન્ય હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેદવારી પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 130થી વધુ એડવોકેટ્સની ટીમ તહેનાત રાખવામાં આવી હતી, જેમણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં જરૂરી કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ : કાર્યકરો ઉમટ્યા 3 - image

તેમજ તમામ 16 વોર્ડ માટે અલગ-અલગ ટેબલો ગોઠવીને ઉમેદવારોને ક્રમબદ્ધ રીતે ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રિના સમયે પણ કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આખી પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનથી ભાજપની ચૂંટણી તૈયારીઓની ગંભીરતા અને સુવ્યવસ્થિત અભિગમ સ્પષ્ટ જોવા મળ્યો હતો.