Gujarat

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે મુખ્ય ટક્કર

By GS TEAM
14 Apr 20262 mins read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે શહેરના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને વિવિધ પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે મુખ્ય ટક્કર

Jamnagar Corporation Elections : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે શહેરના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને વિવિધ પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

 ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ 64 બેઠકો માટે કુલ 64 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 62 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર પાંચમાં એક ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયું છે, જ્યારે વોર્ડ નંબર 14 માં એક ઉમેદવારી પત્ર ઓછું ભરાયું છે.

તે ઉપરાંત, આમ આદમી પાર્ટી દ્વારા કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે. આપ દ્વારા મોટાભાઈ જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેઓના કેટલાક ઉમેદવારો ખસી ગયા છે, અથવા ફોર્મ પાછું ખેંચી લીધું છે, તેમજ કેટલાક વોર્ડ માટે ઉમેદવારો પણ મળ્યા નથી, અને હાલ 50 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. બહૂજન સમાજ પાર્ટી દ્વારા 15 ઉમેદવારો, સમાજવાદી પાર્ટી દ્વારા 5 ઉમેદવારો અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (એ.આઈ.એમ.આઈ.એમ.) દ્વારા પણ 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આ સાથે જ 13 અપક્ષ ઉમેદવારો પણ પોતાની તક અજમાવી રહ્યા છે, જેના કારણે કેટલીક બેઠકો પર રસપ્રદ ત્રિકોણીય અથવા બહુ-કોણીય મુકાબલા સર્જાયા છે.

 ચૂંટણીમાં વિવિધ પક્ષોની હાજરીને કારણે મતદારો સામે વિકલ્પો વધ્યા છે, અને પરિણામ અંગે અનિશ્ચિતતા પણ વધી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

 સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે, આ વખતે કેટલાક વોર્ડ માટે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ સ્પર્ધાત્મક બની રહી છે, અને કેટલાક ચોક્કસ વોર્ડમાં પરિણામો ચોંકાવનારા હોઈ શકે છે.