જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધીને પરત કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા જુદા જુદા ૨૩ જેટલા નાગરિકો, કે જેઓએ થોડા સમય ગાળા દરમિયાન પોતાના મોબાઈલ ફોન ગુમ થઈ ગયા હોવાની જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી, જેથી પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત તમામ મોબાઈલ ફોન ને શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કર્યા છે.
જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી. આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટિમ દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ખોવાઇ જવા અંગેની અરજીઓની 'કેયર પોર્ટલ' ની મદદથી ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેના અનુસનધાને સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારમાં રહેતા નાગરિકો (1) ચેતનભાઈ મનસુખભાઈ ઘેડીયા, (2) સોનલબેન કીરીટભાઇ લખતરીયા, (3) ઇબ્રાહીમભાઇ ઓસમાણભાઇ શેખ, (4) નીકુલ મણીલાલ રાઠોડ, (5) સુધીર લક્ષમીદાસ સવજાણી, (6) ઘૂમીલ યોગેશભાઇ પટેલ, (7) હુસેનભાઇ સલીમભાઇ ગોધાવીયા, (8) વિજય દિનેશભાઇ ટીટા, (9) નીરવ બકુલભાઈ સંધાણી, (10) આદમશા બાપુશા સૈયદ, (11) મેહુલભાઈ અનુવડીયા, (12) પારસભાઈ મકવાણા, (13) દિવ્યરાજસિંહ ચૈતનસિંહ જાડેજા, (14) લાભુબેન સંજયભાઇ સરવૈયા, (15) મહેન્દ્રભાઇ જયસુખભાઈ પરમાર, (16) નીમીષાબેન રસીકભાઈ કણઝારીયા, (17)ચીરાગ ભરતભાઇ દવે, (18) અભય પરમભાઇ સભાયા, (19) ગોપાલ કેશુભાઇ મકવાણા, (20) સપનાબા ભરતસિંહ ચુડાસમા, (21) બોદુભાઇ સિદીકભાઇ ખફી, (22)આરીફ અનવરભાઇ જુણેજા, (23) નીખીલભાઇ ગીરીશભાઇ કટારમલ વગેરેના મોબાઇલ ફોન શોધી કાઢી તેઓને 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મથકે બોલાવી સુપ્રત કરી દેવાયા હતા, જેથી તમામે સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.









