Get The App

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Fraud Case : જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી કરવા અંગે મોરબીના યાગ્નિકભાઈ કાસુન્દ્રા, જામનગરના મીત ગડારા, અને મોરબીના હસમુખભાઈ થોરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 ફરીયાદી કારખાનેદાર પાસેથી ત્રણેય આરોપીઓએ વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખનો માલ સામાન મેળવી લીધો હતો, ત્યારબાદ તેના પૈસા ચૂકવવા માટેના અનેક બહાનાઓ કર્યા હતા, અને નોટરીનું લખાણ પણ કરાવી આપ્યું હતું, પરંતુ આરોપીઓએ આજ દિન સુધી પૈસા નહીં ચૂકવતાં આખરે વેપારીએ પોલીસના સંપર્ક સાધ્યો હતો, અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.