Gujarat

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ

By GS TEAM
13 Apr 20261 min read
TukuTouch Logo
ફરીયાદી કારખાનેદાર પાસેથી ત્રણેય આરોપીઓએ વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખનો માલ સામાન લઈને પૈસા ચૂકવવા માટેના અનેક બહાનાઓ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ

Jamnagar Fraud Case : જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી કરવા અંગે મોરબીના યાગ્નિકભાઈ કાસુન્દ્રા, જામનગરના મીત ગડારા, અને મોરબીના હસમુખભાઈ થોરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 ફરીયાદી કારખાનેદાર પાસેથી ત્રણેય આરોપીઓએ વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખનો માલ સામાન મેળવી લીધો હતો, ત્યારબાદ તેના પૈસા ચૂકવવા માટેના અનેક બહાનાઓ કર્યા હતા, અને નોટરીનું લખાણ પણ કરાવી આપ્યું હતું, પરંતુ આરોપીઓએ આજ દિન સુધી પૈસા નહીં ચૂકવતાં આખરે વેપારીએ પોલીસના સંપર્ક સાધ્યો હતો, અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.