જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે નવાગામ ઘેડ વિસ્તારમાં કર્યું મતદાન: લોકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાવા કર્યો અનુરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાનાં સાંસદ પુનમબેન માડમ એ લોકશાહી પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તેમજ નાગરિકોને મતદાન માટે પ્રેરણાત્મક સંદેશ પાઠવ્યો હતો.
સાંસદ પુનમબેન માડમ આજે સવારે નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ગોપાલ કુમાર છાત્રાલય ખાતે સ્થિત મતદાન મથકે પહોંચ્યા હતા, અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે.

તેમણે જામનગર શહેર અને જિલ્લામાં વસતા તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ લોકશાહી પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાઈને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે. તેમની આ અપીલથી મતદારોમાં પણ જાગૃતિ અને ઉત્સાહનો સંદેશ પ્રસરી રહ્યો છે.









