Gujarat

સેન્ટ્રલ જેલ ખાતે નશાની હાલતમાં લવારા કરતો જેલ સિપાઈ ઝડપાયો

By GS TEAM
14 Sep 20251 min read
સેન્ટ્રલ જેલ ખાતે નશાની હાલતમાં લવારા કરતો જેલ સિપાઈ ઝડપાયો


ગઈકાલે મોડી રાત્રે રાવપુરા પોલીસને જાણ થઈ હતી કે, સેન્ટ્રલ જેલ ખાતે એક વ્યક્તિએ દારૂ પીધો છે. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચતા જેલ સિપાઈ કિસ્મતસિંહ નંદુસિંહ ચૌહાણ (રહે- બ્લોક નં. બી 126,જેલ સ્ટાફ ક્વોટર્સ, વડોદરા  /મૂળ રહે - નાના ચેખલા , તલોદ,સાબરકાંઠા) નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. પોલીસે તેની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.