Get The App

૧.૭૦ કરોડના એમ્બરગ્રીસ સાથે વટવાથી આરોપી પકડાયો

ભાવનગરનો આરોપી વેચવા માટે આપીને જતો રહ્યો

માછલીની ઉલ્ટી વેચવા માટે આરોપીને ૨૦ હજાર કમિશન નકકી કરાયું હતું

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
૧.૭૦ કરોડના એમ્બરગ્રીસ સાથે વટવાથી આરોપી પકડાયો 1 - image

અમદાવાદ, શનિવાર

વટવામાંથી ભાવનગરનો યુવક રૃા.૧.૭૦ કરોડની ૧ કિલો ૭૧૮ ેગ્રામ એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી ) સાથે પકડાયો હતો. ભાવનગરના સાગરિત સાથે કારમાં એમ્બરગ્રીસ વેચવા અમદાવાદ આવ્યા હતા. પકડાયેલા આરોપીને એમ્બરગ્રીસ વેચવા માટે રૃા. ૨૦ હજાર કમિશન નક્કી કરાયું હતું.

૧ કિલો ૭૧૮ ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી વેચવા માટે આરોપીને ૨૦ હજાર કમિશન નકકી કરાયું હતું

વટવા પોલીસે ચોક્કસ બાતમી આધારે રોપડા બ્રિજ પાસેથી ભાવનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઇ પાસેથી  ૧ કિલો ૭૧૮ ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)નો રૃા. ૧.૭૦ કરોડનો જથ્થો મળી આવ્યો હતો. 

 પોલીસ પુછપરછમાં આરોપી ભાવનગરના સાગરિત ભરત સાથે કારમાં એમ્બરગ્રીસ લઇને આવ્યો હતો અને પકડાયેલા શખ્સને એમ્બરગ્રીસ વેચવા માટે કમિશન પેટે રૃા. ૨૦ હજાર આપવાના નક્કી કરવામાં આવ્યા હતા.  વટવા પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.