અમદાવાદ, રવિવાર
અમદાવાદનો યુવક લંડનમાં ભણતો હતો ત્યારે વડોદરાથી આવેલા યુવક અને યુવતીએ વર્ક પરમીટ-વિઝા એક્સટેન્ડ કરાવી આપવાનું કહીને ૬.૫૦ લાખ રૃપિયા પડાવ્યાં હતાં. પૈસા લઈને આ યુગલ ભાગીને ભારત આવ્યું હતું. અમદાવાદના યુવક સાથે છેતરપિંડીની ઘટનામાં આખરે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. છેતરપિંડી આચરવાના કેસમાં વડોદરાના ટેટૂ આર્ટિસ્ટ મિતુલને પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ આપેલી કેફીયત મુજબ તેની સાથે રહેલી યુવતીએ પહેલાં લગ્નમાંથી છૂટાછેડા બાદ લગ્ન કર્યા હતા. લંડનમાં ઠગાઈ કરી પરત ફર્યા પછી મહિલાએ યુવક સાથે પણ છૂટાછેડા લઈ ત્રીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઈમની તપાસમાં થયો છે.
અમદાવાદના યુવક સાથે છેતરપિંડી કરનાર ટેટૂ આર્ટિસ્ટ સાથે બીજા લગ્ન કરનાર મહિલા છૂટાછેડા લઈને ત્રીજા સાથે પલાયન
અમરાઇવાડીમાં રબારી કોલોની પાસે રહેતી .યુવકે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં વડોદરામાં રહેતા દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે હતી કે યુવક ધોરણ ૧૨ પાસ કરીને ડિપ્લોમા ઇન બિઝનેશ મેનેજમેન્ટનો કોર્ષ કરવા માટે તા. ૧૨-૦૪-૨૨ના રોજ યુ.કેમાં ગયો હતો દરમિયાન યુવકના વિઝા ૩૦-૦૮-૨૩ના રોજ પુરા થતા હતા. યુ.કે ખાતે વેમ્બલીમાં કોલેજમાં જતો હતો ત્યારે મિત્ર દ્વારા ત્યાં વડોદરા ટે ટુ આર્ટિસ્ટ આરોપી તથા તેની પત્ની સાથે સંપર્ક થયો હતો. તેઓએ રૃા. ૬.૫૦ લાખ મેળવીને ત્રણ મહિનામાં વિઝા વધારી આપવાની વાત કરી હતી એટલું જ નહી ઇન્ટરવ્યુંની તારીખ આવે ત્યારે બહાના બતાવતા હતા અને તેઓએ યુવક જે કોલેજમો ભણ્યો પણ ન હતો છતાં યુવકના નામના ખોટા પ્રમાણપત્ર બનાવ્યા હતા.
લોકો સાથે છેતરપીંડીની જાણ થતાં મહિના પછી પરત આવવાનું કહીને જૂન ૨૦૨૩માં દંપતિ ભારત ભાગી આવ્યું હતું, યુવકે પરત આવીને સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. સીઆઇડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠોડના જણાવ્યા મુજબ છેતરપિંડીના કેસમાં વડોદરાના આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે આરોપીની પૂછપરછમાં યુવતીએ લંડનમાં ઠગાઈ કરી પરત આવ્યા બાદ યુવક સાથે છૂટાછેડા લઈ ત્રીજા વ્યક્તિ સાથે લગ્ન કરીને ભાગી ગઇ છે.


