Gujarat

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતીઓમાં અમુક પ્રસંગો કે તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવા જવાની એક રસમ છે. પરંતુ હાલમાં પ્રવર્તેલી એલપીજીની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટોએ હાલમાં લાગુ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી

Iran-Israel War Impact: ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતીઓમાં અમુક પ્રસંગો કે તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવા જવાની એક રસમ છે. પરંતુ હાલમાં પ્રવર્તેલી એલપીજીની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટોએ હાલમાં લાગુ કર્યો છે.

ગુજરાતી થાળીનો ખર્ચ

બ્લુમબર્ગના માર્ચ 2026ના અહેવાલો અનુસાર, ઈરાન યુદ્ધ અને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝના બંધ થવાથી ભારતમાં ઓઇલ અને LPGની અછત સર્જાઈ છે. આનાથી ગુજરાતી થાળીનો ખર્ચ વધ્યો છે. ગુજરાતી થાળીમાં સામાન્ય રીતે રોટલી, દાળ, બે-ત્રણ શાક, ભાત, ઘી, પાપડ, અથાણું, છાશ, કઢી અને ફરસાણ આવે છે. આ તમામ વાનગીઓ બનાવવામાં LPG અને ખાદ્ય તેલનો મુખ્ય વપરાશ થાય છે.

ક્રૂડ ઓઇલના ભાવ 105 ડૉલર સુધી પહોંચ્યા

ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલર પ્રતિ બેરલથી વધી 105 ડૉલર સુધી પહોંચ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી 40%થી વધુ વધારો. ભારત 80% ક્રૂડ અને ત્રણ-ચતુર્થાંશ એલપીજી હોર્મુઝ માર્ગે આયાત કરે છે. આ અછતે ખાદ્ય તેલ અને પરિવહન ખર્ચ પણ વધાર્યા છે. એલપીજીના ભાવમાં સૌથી મોટો ફટકો ઘરગથ્થુ 14.2 કિલો સિલિન્ડરના ભાવમાં 7% વધારો થયો છે જે હવે 913 થયા છે. કોમર્શિયલ સિલિન્ડરની સામાન્ય કિંમત 1,900 હતી, પણ બ્લેક માર્કેટમાં હવે બમણી-ત્રણ ગણી થઈ ગઈ છે.

આ પણ વાંચો: રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો

ઘરમાં ગુજરાતી થાળી

ઘરગથ્થુ એલપીજીમાં 7%ના વધારાથી રસોઈ ખર્ચમાં 20-30નો વધારો થયો છે. ખાદ્ય તેલ અને શાકભાજીના પરિવહન ખર્ચ વધતા એક થાળીનો કુલ ખર્ચ 8-12% મોંઘો થયો છે. જેની સીધી અસર ઘરેલું ગુજરાતી થાળી દાળ-ભાત-શાક-રોટલી પર થઈ છે.

હોટલમાં ગુજરાતી થાળી

રેસ્ટોરન્ટ એસોસિયેશન અનુસાર 80% રેસ્ટોરન્ટ એલપીજીના ઉર્જા સ્ત્રોત પર આધારિત છે. કોમર્શિયલ એલપીજીની અછતને કારણે ઘણી હોટલોમાં "ક્રાઈસિસ મેન" બનાવવું પડ્યું છે અને થાળીના ભાવમાં 10%થી વધુ વધારો થયો છે. મોટા ભાગની અમદાવાદની રેસ્ટોરન્ટે પોતાના ભાવમાં 20થી 50 રૂપિયાનો વધારો કર્યો છે. ઘણી હોટલોએ બીજી રીતે વડોદરા અને અમદાવાદમાં મેનુ કટ કર્યું છે. ખાતરની અછતથી લાંબા ગાળે શાકભાજી અને અનાજ પણ મોંઘા થશે અને તેના કારણે પણ ગુજરાતી થાળી વધુ મોંઘી થશે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ફૂડ ઈન્ફ્લેશન વધુ વધશે. સરકારે ઘરગથ્થુ એલપીજીના ભાવ ન વધે તે માટે અસરકારક પગલાં લીધા છે પરંતુ હોટલો અને ઢાબા હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.