Get The App

બોટાદ પોલીસ બેડાના 63 પોલીસકર્મીઓની આંતરિક બદલી

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
બોટાદ પોલીસ બેડાના 63 પોલીસકર્મીઓની આંતરિક બદલી 1 - image

- બોટાદ જિલ્લા પોલીસ વડાએ બદલીનો ગંજીપો ચિપ્યો 

- રાણપુરમાં 3 ની બદલી, 5 નવા પોલીસકર્મી મુકાયા

ભાવનગર : બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ બોટાદ પોલીસ બેડામાં ફરજ બજાવતા ૬૩ પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ કર્યા છે. 

બોટાદ પોલીસ બેડામાં ફરજ બજાવતા ૬૩ જેટલા પોલીસ કર્મચારીઓના આંતરિક બદલીના આદેશ જિલ્લા પોલીસ વડાએ કર્યા છે.જેમાં ખાસ કરીને રાણપુર પોલીસ મથકમાંથી ૩ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે ૫ નવા પોલીસકર્મીઓને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. તદ્ઉપરાંત, ગઢડા, બરવાળા, બોટાદ, પાળીયાદ, બોટાદ રૂલર અને ઢસા સહિતના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે.આમ કુલ મળી ૬૩ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.