Get The App

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત

પુત્ર મોબાઇલ રિસીવ કરતો નહી હોવાથી પિતા તપાસ કરવા ગયા ત્યારે જાણ થઇ

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત 1 - image

વડોદરા,ઇન્ટિરિયર ડિઝાઇનર  યુવકને ઓફિસમાં જ વીજકરંટ લાગતા મોત થયું છે. જે અંગે કારેલીબાગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારેલીબાગની ધવલ પાર્ક સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષના રોનક ગિરીશકુમાર શાહ  ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરે છે. તેમની ઓફિસ કારેલીબાદ મુક્તાનંદ પાસે સ્વપ્ન લોક એપાર્ટમેન્ટમાં છે.  ગઇકાલે ઓફિસે ગયા પછી તેઓ ફોન  રિસીવ કરતા નહતા. જેથી, તેમના પિતા ઓફિસે તપાસ કરવા ગયા હતા. ઓફિસમાં અંદર જઇને તેમણે જોયું તો પુત્ર જમીન  પર પડેલો હતો. રોનકનું મોત થયું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે  કે,  પ્રાથમિક રિપોર્ટ મુજબ, રોનકનું મોત વીજ કરંટના કારણે થયું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેરા તપાસ માટે મોકલી અપાયા છે.  ઓફિસમાં ઇલેક્ટ્રિકના બોર્ડ ખુલ્લી હાલતમાં હતા. મૃતકની પત્ની બે મહિનાથી પિયરમાં રહેતી હતી.