Gujarat
દાહોદની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બે બાળકો ઉપર ઓરડાની છતના પોપડા પડતાં ઇજા
By GS Team
26 Feb 20201 min read
This article was originally published on 26 Feb 2020

દાહોદ તા.26 ફેબ્રુઆરી 2020 બુધવાર
દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત આવેલી ગોધરા પ્રાથમીક શાળામાં આજરોજ બપોરે ચાલુ શાળાએ જર્જરીત ઓરડાની છતના પોપડા પડતા અભ્યાસ કરી રહેલા બાળકો પૈકી બે બાળકોના માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ બાળકના પરિવારજનોને થતાં શાળા ખાતે જવા રવાના થયા હતા.
ગોધરા રોડ પ્રાથમીક શાળા ખાતે જર્જરીત ઓરડાની છતના પોપડા પડતા અભ્યાસ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ પૈકી બે બાળકોના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહીલુહાણ થયા હતા. શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આ બંન્ને બાળકોને સારવાર કરાવ્યા બાદ તેઓના પરિવારજનોને જાણ કરાતાં પરિવારજનો શાળા ખાતે દોડી આવ્યા હતા.આ ઘટનાને પગલે બાળકોના વાલીઓમાં રોષ જાવા મળ્યો હતો.આ જર્જરીત ઓરડાનું તાત્કાલિક ધોરણે કામકાજ હાથ ધરે તેમજ નવીન ઓરડા બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી કરી રહ્યા છે.




