Get The App

કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી

લઘુશંકાએ ગયેલા બાળકોએ ટીઆરબી જવાનને જાણ કરતા પોલીસ દોડતી થઇ

માનસિક બિમાર મહિલા ગઇકાલે બપોરે ગુમ થઇ હતી

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી 1 - image

અમદાવાદ, મંગળવાર

નોબલનગર ચાર રસ્તા પાસે આજે સવારે ફૂટપાથ પર આવેલી લોખંડની જાળીઓ અને કચરાના ઢગલા વચ્ચેથી મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી હતી જ્યાં બાળકો લઘુશંકા કરવા જતા લાશ જોઇને તેઓએ ટીઆરબી જવાનને જાણ કરી હતી. પોલીસે કરતા માનસિક બિમાર મહિલા ગઇકાલે બપોરે ગુમ થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પીએમ રિપોર્ટમાં મહિલાએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે હાલ તો એરપોર્ટપોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, 

નોબલનગરમાં માનસિક બિમાર મહિલા ગઇકાલે બપોરે ગુમ થઇ હતી ઃ એરપોર્ટ પોલીસ અને એફએસએલની ટીમે તપાસ કરી, પીએમ રિપોર્ટમાં આપઘાત હોવાનું બહાર આવ્યું

નોબલનગર ચાર રસ્તા ફૂટપાથ પાસેની ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો આજે સવારે લઘુશંકા કરવા માટે ગયા હતા. જ્યાં કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં એક માનવ દેહ પર પડી હતી. બાળકોએ ગભરાઈને તાત્કાલિક ચાર રસ્તા પર ફરજ બજાવતા ટીઆરબી જવાનને જાણ કરી હતી. જવાને પોલીસ કંટ્રોલ રૃમને મેસેજ કરતા એરપોર્ટ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો. તપાસ કરતા લાશ નોબલનગર ચાર રસ્તા પાસે આવેલા કોતરપુર વોટર વર્કસની દીવાલ નજીકની જાળીઓમાં પડેલી હતી લાશ એટલી હદે સળગેલી હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. 

જેથી પોલીસે તાત્કાલિક એફ.એસ.એલની ટીમને બોલાવીને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી શરુ કરી છે. જ્યારે લાશ છેલ્લા ૨૪ કલાક પહેલા સળગી હોય તેમ લાગી રહ્યું હતુેં. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે રાત્રિના અંધકારનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સોએ કચરો સળગાવવાના બહાને મહિલાના મૃતદેહને અહીં સળગાવી દીધો હોઈ શકે છે. જો કે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ, એન.ડી.નકૂમના જણાવ્યા મુજબ સરદારનગરમાં નોબાલનગર પાસે રહેતી મહિલા માનસિક બિમાર હતા અને ગઇકાલે બપોરે ગુમ થયા હોવાની જાણ પરિવારે એરપોર્ટ પોલીસને કરી હતી. મહિલાના મૃતદેહનું પીએમ કરાવતા પીએમ રિપોર્ટમાં જવલશીલ પદાર્થી સળગીને આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે હાલ તો એરપોર્ટ પોલીસેઅકસ્માત મોતનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.