Gujarat

રેલવેને ફળ્યો મહાકુંભ: અમદાવાદ ડિવિઝનને એક મહિનામાં 186 કરોડ રૂપિયાની આવક

By GS Team
8 Feb 20252 mins read
This article was originally published on 8 Feb 2025
TukuTouch Logo
પ્રયાગરાજ ખાતે યોજાયેલો મહાકુંભ ભારતીય રેલવેને ફળ્યો છે. જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ ડિવિઝનને રૂપિયા 186.45 કરોડની આવક થઈ છે. આમ, જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ રૂપિયા 6 કરોડથી વધુની આવક કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેને ફળ્યો મહાકુંભ: અમદાવાદ ડિવિઝનને એક મહિનામાં 186 કરોડ રૂપિયાની આવક

Mahakumbh 2025: પ્રયાગરાજ ખાતે યોજાયેલો મહાકુંભ ભારતીય રેલવેને ફળ્યો છે. જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ ડિવિઝનને રૂપિયા 186.45 કરોડની આવક થઈ છે. આમ, જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ રૂપિયા 6 કરોડથી વધુની આવક કરી છે. 

મહાકુંભના કારણે વધી આવક

ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં આવક 167.62 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે. 

આ પણ વાંચોઃ ભાવનગર મનપા સામે કુલ 635 કેસ પેન્ડિગ, ત્રણ વર્ષમાં 227 કેસનો નિકાલ


રેલવે અમદાવાદ ડિવિઝનની આવકનું સરવૈયું

મહિનોમુસાફરકુલ આવક (કરોડ)
નવેમ્બર18.72 લાખ167.62 કરોડ
ડિસેમ્બર19.91 લાખ175.29 કરોડ
જાન્યુઆરી20.56 લાખ186.45 કરોડ


નોંધનીય છે કે, આ વર્ષે મહાકુંભને કારણે અનેક લોકોએ નવા નિયમ મજબ ડિસેમ્બરથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. સામાન્ય ટ્રેન હાઉસફુલ થઈ જતાં અમદાવાદથી 20થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી. આ પૈકાની મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ લાંભવેલમાં તલવારના ઉપરાછાપરી ઘા ઝીંકી સાસુની હત્યા કરનારા જમાઈને આજીવન કેદ

60 લાખથી વધુનો દંડ વસૂલ્યો

આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રેલવે દ્વારા અમદાવાદ સહિત ડિવિઝનના વિવિધ સેક્શનમાં વિશેષ ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં કુલ 24,753 લોકોને ઝડપી તેમની પાસેથી 1.78 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા. 25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આરપીએફની મદદથી રેલવે અધિકારીઓના નેતૃત્વમાં વિશેષ ઝુંબેશ કરાઈ હતી. આ સમય દરમિયાન ટિકિટ વગર તેમજ અન્ય કોચમાં મુસાફરી કરતા 9126 લોકોને ઝડપી તેમની પાસેથી દંડ પેટે 64.25 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.