અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ: સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ, રિકી માર્ટિન-ફાલ્ગુનીએ કર્યું પરફોર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup Final in Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે(8 માર્ચ) T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઈનલ યોજાઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખા શહેરમાં દિવાળી જેવો માહોલ છે. અમદાવાદમાં સવારથી જ ક્રિકેટ ફીવર જોવા મળ્યો છે. મેચ પહેલા સ્ટેડિયમની બહાર અને હવે સ્ટેડિયમમાં ચાહકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વર્લ્ડ કપ સમાપન સમારોહ યોજાયો, રિકી માર્ટિનને કર્યું પરફોર્મ
ટી20 વર્લ્ડ કપ 2026 નો સમાપન સમારોહ યોજાયો. પંજાબી ગાયક સુખબીર પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ ઈન્ટરનેશનલ પોપ સિંગર રિકી માર્ટિન પરફોર્મ કર્યું.
સિંગર ફાલ્ગુની પાઠકે કર્યું પરફોર્મ
રોહિત શર્મા પણ અમદાવાદ પહોંચ્યા
પૂર્વ ભારતીય કેપ્ટન અને ICC T20 વર્લ્ડ કપ 2026 ના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા તેમની પત્ની રિતિકા સજદેહ સાથે અમદાવાદ પહોંચ્યા છે.
ટીમ ઈન્ડિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી
આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ જોવા પહોંચ્યા
અભિનેત્રી ગાયિકા સોનલ ચૌહાણ મેચ જોવા માટે પહોંચી
ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં ધોનીની એન્ટ્રી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહામુકાબલા પહેલા અમદાવાદનું વાતાવરણ ક્રિકેટમય બન્યું છે. રોમાંચક T20 ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને "કેપ્ટન કૂલ" મહેન્દ્ર સિંહ ધોની અમદાવાદમાં ફાઈનલ મેચ નિહાળવા આવી પહોંચ્યો છે. તે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર બ્લૂ જર્સી સાથે ફેન્સનો જમાવડો
ટીમ ઈન્ડિયા હોટલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા રવાના થઈ
ફાઇનલ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાની હોટલ બહાર ફેન્સનું કીડીયારું ઉભરાયું
'આજે ટીમ ઇન્ડિયા અહીં જીતીને ઇતિહાસ બદલશે', તિરંગો ઓઢીને આવેલા ફેન શું બોલ્યા
પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો: જોઈન્ટ સીપી નીરજ કુમાર
જોઈન્ટ સીપી નીરજ કુમાર બડગુજરે કહ્યું કે, '...સ્ટેડિયમ લગભગ ભરાઈ જશે. અમે બધી તૈયારીઓ કરી લીધી છે. પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડ સહિત 4500 થી વધુ સ્ટાફ અહીં તૈનાત કરવામાં આવ્યો છે. લોકોને અસુવિધા ન થાય તે માટે, એક મોટો હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. ભીડ ઝડપથી અંદર જઈ શકે તે માટે અંદર અનેક ચેનલો ગોઠવવામાં આવી છે. ટ્રાફિક બંદોબસ્ત પણ બનાવવામાં આવ્યો છે. અમે સ્ટેડિયમની અંદર 3-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરી છે. બીડીડીએસ અને એન્ટી-ડ્રોન ટીમ પણ અહીં તૈનાત છે.'
અંદર 'ઇન્ડિયા... ઇન્ડિયા'ના નારા ને બહાર સ્ટેડિયમનો નજારો, મેટ્રોની અંદર ફેન્સનો ઉત્સાહ જુઓ
ભારતીય ટીમના ફેન્સ શું કહી રહ્યા છે?
ન્યૂઝીલેન્ડ ટીમના ફેન્સ પણ સ્ટેડિયમ પહોંચ્યા
ન્યૂઝીલેન્ડના એક ચાહકે કહ્યું કે, '...ગ્લેન ફિલિપ્સ મારો ફેવરિટ છે... તે એક સારી લડાઈ હશે, એક સારી રમત હશે, મને લાગે છે...' અન્ય એક ચાહકે કહ્યું કે, 'કંઈ પણ બની શકે છે. તો, આપણે જોઈશું. ભારતને હરાવવું ક્યારેય સરળ નહીં હોય. આશા છે કે તે એક સારી રમત હશે... બુમરાહ સૌથી ભયાનક છે'
ગૌતમ ગંભીરની પત્ની પણ સ્ટેડિયમ પહોંચી
ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરની પત્ની નતાશા, તેમની પુત્રી સાથે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે.
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ સ્ટેડિયમ પહોંચી
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા આજે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડની ફાઇનલ જોવા માટે અમદાવાદ આવી.
અમદાવાદમાં ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચતા ટીમ ઈન્ડિયાના ચાહકો
ટીમ ઈન્ડિયા આજની મેચ જીતશે અને બધી મહિલાઓને ભેટ આપશે: ફેન્સ
ટીમ ઈન્ડિયાના ફેન્સે કહ્યું કે, "...અમે ન્યુઝીલેન્ડને પડકાર આપવા જઈ રહ્યા છીએ. અમે આ મેચ 200% જીતીશું. આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાશે. અમે ટ્રોફી ઉપાડવા જઈ રહ્યા છીએ...મને લાગે છે કે આ એક સારી મેચ હશે. જે ટીમ સારું રમે છે તે જીતે છે અને ટીમ ઈન્ડિયા ખરેખર સારું રમી રહી છે...આજે મહિલા દિવસ છે, તેથી હું બધી મહિલાઓને ખાતરી આપવા માંગુ છું કે ટીમ ઈન્ડિયા આજની મેચ જીતશે અને બધી મહિલાઓને ભેટ આપશે."
પટણામાં શંખનાદ અને કાશીમાં હવન, ફાઈનલ જીતવા આખું ભારત ભક્તિમાં લીન
સરહદ પર ગુંજ્યું 'ઇન્ડિયા જીતેગા', CRPFના જવાનોએ વધાર્યો ભારતીય ટીમનો ઉત્સાહ
'આપણું હોમગ્રાઉન્ડ છે તો કોઇ બહારનો ટ્રોફી ન લઇ જવો જોઇએ', સ્ટેડિયમ બહાર ફેન્સનો ઉત્સાહ તો જુઓ
101 નારિયેળ વધેરી દુંદાળાદેવ પાસે જીતની બાધા, ટીમ ઇન્ડિયા માટે દેશભરમાં પૂજા-પ્રાર્થના
અમદાવાદના રસ્તાઓ પર ભારતીય ચાહકોનું માનવ મહેરામણ

'લાલા' પણ પહોંચ્યા સ્ટેડિયમ: ક્રિકેટ અને ભક્તિનો સંગમ
અમદાવાદમાં ક્રિકેટને માત્ર રમત નહીં પણ ધર્મ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફેન્સનું આગમન શરૂ થઈ ગયું છે. કેટલાક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ 'લાલા'ને પણ પોતાની સાથે લઈને આવ્યા છે. હાથમાં તિરંગો અને મુખે જય શ્રી કૃષ્ણના નાદ સાથે ફેન્સમાં એવો જુસ્સો છે કે ભારત આજે આ ફાઈનલ જીતીને જ રહેશે.
દેશ-વિદેશથી ક્રિકેટ ફેન્સ પહોંચ્યા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત: સુરક્ષાના કડક આયોજન
ફાઈનલ મેચને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. 8 DCP, 14 ACP અને 27 PI સહિત 1,800 થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે. સુરક્ષા માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે:
સીસીટીવી દેખરેખ: 256 કેમેરા દ્વારા પળેપળની નજર.
મેટલ ડિટેક્ટર: 102 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવાયા છે.
ખાસ ટીમો: BDDS ની 4 ટીમો અને NDRF ની એક ટીમ સ્ટેડિયમમાં સ્ટેન્ડબાય રહેશે.

ખેલાડીઓ પહોંચ્યા હનુમાનજીના શરણે: વિજય માટે પ્રાર્થના
ગઈકાલે ભારતીય ક્રિકેટરોએ અમદાવાદના પ્રખ્યાત ચમત્કારિક હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. ફાઈનલ મેચમાં જીત મેળવવા માટે ખેલાડીઓએ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. ખેલાડીઓની આ આસ્થા સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં છે.

ટ્રાફિક મેનેજમેન્ટ: 744 જવાનો રસ્તા પર
સ્ટેડિયમ તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તે માટે 744 અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે છે. હોમગાર્ડ અને TRB ના 700 જવાનો ટ્રાફિક નિયમન માટે ખાસ તૈનાત કરવામાં આવ્યા છે.









