Gujarat

મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ફરી એકવાર હરમનપ્રીત કૌર પર પસંદગીકારોએ વિશ્વાસ મૂકી કેપ્ટન પદ સોંપ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની ધરતી પર રમાનારા આ વર્લ્ડ કપમાં વડોદરાની બે ખેલાડીઓની પસંદગી થતા ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી

Women’s T20 World Cup 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમની  જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ફરી એકવાર હરમનપ્રીત કૌર પર પસંદગીકારોએ વિશ્વાસ મૂકી કેપ્ટન પદ સોંપ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની ધરતી પર રમાનારા આ વર્લ્ડ કપમાં વડોદરાની બે ખેલાડીઓની પસંદગી થતા ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.

વડોદરાની રાધા અને યાસ્તિકાનો દબદબો

ભારતીય ટીમમાં વડોદરાની સ્ટાર સ્પિનર રાધા યાદવ અને વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટિયાને સ્થાન મળ્યું છે. રાધા યાદવ પોતાની ધારદાર બોલિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતા માટે જાણીતા છે. બીજી તરફ, યાસ્તિકા ભાટિયાએ ઈજા બાદ શાનદાર કમબેક કરીને ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પ્રણવ અમીને આ બંને ખેલાડીઓની મહેનતને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ વાંચો: IPL 2026: મુંબઈનું કંગાળ પ્રદર્શન યથાવત, ચેન્નાઈએ 8 વિકેટથી જીતી મેચ, MIની 7મી હાર

વર્લ્ડ કપનું શેડ્યૂલ

આ હાઈ-વોલ્ટેજ ટુર્નામેન્ટની શરૂઆત 12 જૂન 2026થી થવાની છે, જ્યારે આ ટાઈટલ જંગની ફાઈનલ મેચ પાંચમી જુલાઈના રોજ રમાશે. ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ બાદ હવે T20 ફોર્મેટમાં પણ વિશ્વ વિજેતા બનવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

મહિલા T20 વર્લ્ડ કપ માટેની 15 સભ્યોની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચરાણી, યાસ્તિકા ભાટિયા (બીજી વિકેટકીપર), નંદિની શર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાન્તિ ગૌડા શ્રેયંકા પાટિલ અને રાધા યાદવ.

આ ટીમમાં અનુભવી ખેલાડીઓ અને યુવા પ્રતિભાઓનું સંતુલન રાખવામાં આવ્યું છે, જે ભારતને આ વખતે ચેમ્પિયન બનાવવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.