Vadodara : વડોદરામાં હીટવેવની અસર દેખાઈ રહી છે અને તેને કારણે ઝાડીઝાંખરા, સૂકા ઘાસ, એસી અને ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે.
શહેરમાં ગઈકાલે રાત્રે આરટીઓમાં ઝાડમાં આગ લાગી હતી. જ્યારે આજવા રોડ જંગલેશ્વર ખાતે અને પ્રતાપગંજમાં થાંભલા ઉપર શોર્ટ સર્કિટ બાદ આગ લાગવાના બનાવ બન્યા હતા.
આવી જ રીતે તાંદલજામાં ઈલેક્ટ્રીક મીટરમાં શોટસર્કિટને કારણે આગનો બનાવ બન્યો હતો. જ્યારે ગઈકાલે દિવસ દરમિયાન વાઘોડિયા, માણેજા તેમજ અકોટા બ્રિજ પાસે ઝાડીમાં આગ લાગવાના બનાવ બન્યા હતા.


