Gujarat

રાજકોટમાં 10 વર્ષની દીકરીએ રબરનો ટુકડો નાકમાં નાંખ્યો, ડોક્ટરોએ આવી રીતે બહાર કાઢ્યો

By GS Team
13 Jan 20232 mins read
This article was originally published on 13 Jan 2023
TukuTouch Logo
નાના બાળકો રમતા રમતાં ઘણી વખત સિક્કા ગળી જતા હોવાના બનાવ બને છે. ઘણી વખત નાક કે કાનમાં કોઈ પદાર્થ નાંખી દેતા જ તેમની સર્જરી કરવી પડતી હોય છે. વાલીઓ બાળકો પ્રત્યે ધ્યાન નહીં દેતા હોવાથી આવા બનાવો પ્રકાશમાં આવતાં રહે છે. રાજકોટમાં એક 10 વર્ષની બાળકીએ રમતાં રમતાં રબરનો ટુકડો નાકમાં નાંખી દીધો હતો. ત્યાર બાદ તેનું નાક બંધ થઈ ગયું હતું અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. થોડા સમય બાદ નાકમાંથી દુર્ગંધ મારતુ પ્રવાહી બહાર આવવા માંડ્યું અને લોહી નીકળવા માંડ્યું. ત્યારે તેના માતા પિતાએ તેની સારવાર કરાવી પરંતુ તેને કોઈ ફેર નહીં પડતાં આખરે રાજકોટના એક ઈએનટી ડોક્ટર પાસે તેને લઈ જવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં 10 વર્ષની દીકરીએ રબરનો ટુકડો નાકમાં નાંખ્યો, ડોક્ટરોએ આવી રીતે બહાર કાઢ્યો

રાજકોટ, 13 જાન્યુઆરી 2023 શુક્રવાર

નાના બાળકો રમતા રમતાં ઘણી વખત સિક્કા ગળી જતા હોવાના બનાવ બને છે. ઘણી વખત નાક કે કાનમાં કોઈ પદાર્થ નાંખી દેતા જ તેમની સર્જરી કરવી પડતી હોય છે. વાલીઓ બાળકો પ્રત્યે ધ્યાન નહીં દેતા હોવાથી આવા બનાવો પ્રકાશમાં આવતાં રહે છે. રાજકોટમાં એક 10 વર્ષની બાળકીએ રમતાં રમતાં રબરનો ટુકડો નાકમાં નાંખી દીધો હતો. ત્યાર બાદ તેનું નાક બંધ થઈ ગયું હતું અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. થોડા સમય બાદ નાકમાંથી દુર્ગંધ મારતુ પ્રવાહી બહાર આવવા માંડ્યું અને લોહી નીકળવા માંડ્યું. ત્યારે તેના માતા પિતાએ તેની સારવાર કરાવી પરંતુ તેને કોઈ ફેર નહીં પડતાં આખરે રાજકોટના એક ઈએનટી ડોક્ટર પાસે તેને લઈ જવામાં આવી હતી. 

ડોક્ટરે દૂરબીનથી તપાસ કરીને જોયું તો...
રાજસ્થાનના વતની મદનભાઈ હાલ રાજકોટમાં રહે છે તેમની દીકરી સુહાનીને છેલ્લા ત્રણ મહિનાથી જમણી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી આવતું હતું તેમજ નાક બંધ રહેવાની ફરિયાદ સાથે તેનાં માતા-પિતા ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડોક્ટરે તેની તપાસ દરમિયાન દૂરબીન વડે જોયું તો એવું લાગ્યું કે નાકમાં કંઈક પીળા કલરનો પદાર્થ ફસાયેલો છે.  દૂરબીનથી તપાસ કરી ઓપરેશન થિયેટરમાં લઈ જઈને આ વસ્તુ કાઢવામાં આવી હતી. 

નાકમાંથી એક રબરનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો
આ જોઈને ડોક્ટર અને માતા પિતા પણ ચોંકી ગયા હતાં. તેના નાકમાંથી એક રબરનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના માતા પિતાને હાશકારો થયો હતો.ઘણી વખત વાલીઓ તેમના બાળકો તરફ ધ્યાન નથી આપતાં પરંતુ આવી ઘટના બને ત્યારે તેઓ એકદમ અચંબિત થઈ જાય છે. આવી ઘટનાઓ ઘણી વખત જીવલેણ સાબિત થતી હોય છે.