Gujarat

પંજાબમાં વડાપ્રધાન ની સુરક્ષામાં ચૂક ના મામલે ઈશ્વર કોંગ્રેસ ને સદબુદ્ધિ આપે તે માટે ભાજપ દ્વારા ધરણા કરાયા

By GS Team
9 Jan 20221 min read
This article was originally published on 9 Jan 2022
પંજાબમાં વડાપ્રધાન ની સુરક્ષામાં ચૂક ના મામલે ઈશ્વર કોંગ્રેસ ને સદબુદ્ધિ આપે તે માટે ભાજપ દ્વારા ધરણા કરાયા

- જામનગર જિલ્લાના સાંસદ -બન્ને ધારાસભ્ય- મેયર સહિતના આગેવાનો ચાંદી બજાર વિસ્તારના મૌન ધરણા પર બેઠા

જામનગર, તા. 09

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની તાજેતરમાં પંજાબ ની મુલાકાત દરમિયાન તેઓની સુરક્ષામાં ચૂક ના મામલે કોંગ્રેસ ને ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાંદી બજાર વિસ્તારમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સાંસદ- ધારાસભ્યો- મેયર સહિતના આગેવાનો કોર્પોરેટરો વગેરે મૌન ધારણ કરી ધરણા પર બેઠા હતા.


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ ની મુલાકાતે ગયા હતા, જે દરમિયાન તેઓ સાથે જે ઘટના બની હતી, તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબના સત્તાધારી કોંગ્રેસ પાર્ટી ની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, અને ઈશ્વર કોંગ્રેસ ને સદ્બુદ્ધિ આપે તેના ભાગરૂપે રવિવારે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ચાંદી બજાર નજીક ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધારણ કરી ધરણા કર્યા હતા. જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, બન્ને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ, તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, શહેર ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ તેમજ મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ, કોર્પોરેટરો, વગેરે હાથમાં બેનર પોસ્ટર લઈને ધરણા પર બેઠા હતા.