Gujarat

કચ્છમાં કોરોનાના ૬ દર્દીઓ સ્વસ્થ તો નવા ૧૭ કેસો નોંધાયા

By GS Team
3 Jan 20221 min read
This article was originally published on 3 Jan 2022
કચ્છમાં કોરોનાના ૬ દર્દીઓ સ્વસ્થ તો નવા ૧૭ કેસો નોંધાયા

ભુજ,રવિવાર

કચ્છ જિલ્લામાં કોરોનાના શનિવારે ૨૨ કેસો નોંધાયા બાદ આજે થોડી હળવી રાહત થવા પામી હોય તેમ ઘટીને ૧૭ કેસો નોંધાયા હતા. જયારે ૬ દર્દીઓ સ્વસૃથ થયા છે. એકટીવ પોઝીટીવ કેસ વાધીને ૬૦ થયા છે.

કચ્છમાં નોંધાયેલા નવા કેસોમાં આજે શહેરી વિસ્તારમાં ૧૭ અને ગ્રામિણમાં ૭ કેસો નોંધાયા છે. જેમાં અંજાર તાલુકામાં ૧, ભુજ શહેરમાં ૪ અને ભુજના ગ્રામિણ વિસ્તારમાં ૬, ગાંધીધામ શહેરમાં ૫, મુંદરા શહેરમાં ૧ કેસ નોંધાયો હતો.

જિલ્લામાં ઓમિક્રોનનો આજે એક પણ કેસ નોંધાયો નાથી પરિણામે મોટી રાહત અનુભવાઈ છે. કુલ પોઝીટીવ કેસોનો આંક ૧૨૮૨૭ થયો છે. આજે રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હતો તો કચ્છમાં પણ કેસોમાં રાહત થવા પામી છે. જો કે, લોકો હજુ પણ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવતા નાથી. માસ્ક પહેરવા મામલે બેદરકારી રાખે છે. પરિણામે, કેસો વાધવાની દહેશત છે. તો વળી, શિયાળાની ઋતુના પગલે કડકડતી ઠંડી અનુભવાતી હોવાથી શરદી, તાવ અને ઉાધરસનું પ્રમાણ પણ ઉંચકાયુ છે.