Gujarat

વૈકુંઠ નગર આગળ 4 દિવસથી ઉભરાતી ગટરથી રહીશો પરેશાન

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
વૈકુંઠ નગર આગળ 4 દિવસથી ઉભરાતી ગટરથી રહીશો પરેશાન

મહેસાણા,તા.26

મહેસાણા શહેરના ગાયત્રી મંદિર રોડ પર ફરી એકવાર ગટરો ઉભરાતાં રહીશો અને રાહદારીઓ પરેશાન થઇ રહ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર દ્વારા પણ અનેક વાર કાયમી ઉકેલ લાવવા રજુઆત કરવામાં  આવી છે. પરંતુ આ સમસ્યાનો આજદિન સુધી કોઈ ઉકેલ લાવવામાં પાલિકા સદંતર નિષ્ફળ રહી રહેતા  સત્તાધીશો સામે ભારે રોષ ફેલાયો છે.

મહેસાણા  શહેરના ગાયત્રી મંદિર રોડ પર એક મહિનામાં ૬થી ૭ વાર ગટરો ઉભરાઇ રહી છે. છેલ્લા  કેટલાક વર્ષોથી આ સમસ્યા શહેરીજનોને સતાવી રહી છે. આજુબાજુના ફ્લેટ  અને સોસાયટીના રહીશો દ્વારા પાલિકા ચીફ ઓફિસર તેમજ કલેકટરને પણ રજુઆત કરવા છતાં કોઇ કાયમી ઉકેલ  આવતો નથી. છેલ્લા ચાર દિવસથી ગાયત્રી મંદિર રોડ પર આવેલ વૈકુઠ સોસાયટીના ગેટ આગળ અસહ્ય દુર્ગંધ મારતુ પાણી જાહેર માર્ગ પર રેલાયુ   છે.  જેનો રેલો છેક રાજવી એપાર્ટમેન્ટ સુધી પહોંચી ગયો  છે. જેના લીધે વૈકુઠ નગર,આધશક્તિ સોસાયટી,સોનલ ફલેટના રહીશોને ગંદા પાણીમાં અવરજવર કરવી પડે છે. તેમજ આગળ જતાં  ઓમકોલોની આગળ  ગટરના  બીજા ઢાંકણામાંથી ગંદુ પાણી ઉભરાઇ રહ્યુ હતુ. તે સિવાય ઓમ કોલોનીના કોર્નર પરથી ઉર્જાનગર તરફ જવાના માર્ગમાં પણ ગટર ઉભરાતાં  આ વિસ્તારનીં  ગંદદીની કાયમી સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નજીકમાં ગાયત્રી મંદિર  હોવાથી વહેલી સવારે દર્શન કરવા જતા લોકાને પણ મોં આગળ રૃમાલ મૂકી પસાર થઇ રહ્યા હતા. તેજ રીતે બિલાડી બાગમાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા  કોઇ સારસંભાળ લોવમાં ન આવતાં ત્યાં પણ ગટર ઉભરાઇ રહી છે.  જેથી આ વિસ્તારની પાલિકા પ્રમુખ કે ચીફ આફિસર મુલાકાત કરી કાયમી ઉકેલ લાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. 

 કોર્પોરેટરે ચીફ ઓફિસરને રજુઆત કરી

વોર્ડ ને-૩ના કોર્પોરેટરે  ચીફ ઓફીસર મહેસાણાને રજુઆત કરી છેે કે આ વોર્ડના સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં છેેલ્લા ચાર દિવસથી સતત ગટરો ઉભરાઇ રહી છે. બિલાડી બાગમાં આવેલ પમ્પીંગ સ્ટેશનની પાઇપ લીકેજ કારણે અસહ્ય દુર્ગંધથી લોકો ત્રીહિમામ પોકીરી ઉઠયા છે. રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે. આ બાબતની કોન્ટ્રાકટર, એજન્સીના સુપરવાઝરને જાણ કરવા છતાં આ સમસ્યા હલ થઇ નથી. જેથી સત્વરે  સમસ્યાનુ નિરાકરણ લાવવા વિનંતી કરી છે.