Gujarat

VIDEO: '10 વર્ષે રોડ બન્યો એ પણ ખરાબ, ડામરનું લેયર હાથથી ઉખડ્યું...', નસવાડીમાં કોન્ટ્રાક્ટર-અધિકારીઓ પર કુકરદા ગામજનોનો આક્ષેપ

By GS TEAM
20 Nov 20252 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ગોયાવાંટથી કુકરદા ગામનો રસ્તો નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 10 વર્ષ બાદ નવો રસ્તો મંજૂર કરાયો છે, ત્યારે બીએસજીના ડામરના લેયરમાં રસ્તો બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાકટર અને તંત્ર દ્વારા કૌભાંડ આચર્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, રસ્તો બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. જેમાં હાથથી ડામર રસ્તો ઉખડી જાય છે, ત્યારે સ્થાનિકોએ સૂત્રોચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: '10 વર્ષે રોડ બન્યો એ પણ ખરાબ, ડામરનું લેયર હાથથી ઉખડ્યું...', નસવાડીમાં કોન્ટ્રાક્ટર-અધિકારીઓ પર કુકરદા ગામજનોનો આક્ષેપ

Chhota Udepur : છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ગોયાવાંટથી કુકરદા ગામનો રસ્તો નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 10 વર્ષ બાદ નવો રસ્તો મંજૂર કરાયો છે, ત્યારે બીએસજીના ડામરના લેયરમાં રસ્તો બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાકટર અને તંત્ર દ્વારા કૌભાંડ આચર્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, રસ્તો બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. જેમાં હાથથી ડામર રસ્તો ઉખડી જાય છે, ત્યારે સ્થાનિકોએ સૂત્રોચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

નસવાડીમાં ગોયાવાંટથી કુકરદા ગામનો નવો રસ્તો બનાવવાની કામગારીમાં કૌભાંડ

છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નસવાડી તાલુકામાં ગોયાવાંટથી કુકરદાનો પાંચ કિલોમીટરનો રોડ નવો બનાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ તેની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારતા સ્થાનિક લોકો એકઠા થયા હતા. 


સ્થાનિકોએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ ઉપયોગમાં લેવાયું હોવાની જાણ અધિકારીઓને કરવા છતાંય અધિકારીઓ ધ્યાને લેતા નથી. રોડ ઉપર આવીને સ્થાનિકોએ પગથી ડામરનો રસ્તો ઉખાડતા આખો રોડ ઉખડી ગયો હતો. 

આ પણ વાંચો: Video: મૃતકના 'આત્મા'ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અધિકારીઓ સાઈટ ઉપર આવતા નથી અને કામગીરી સારી રીતે કરાવવામાં આવતી ન હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આદિવાસી વિસ્તારોમાં રોડ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાકટર અને અધિકારીઓ સહિતના વહીવટીતંત્ર પોતાના ખિસ્સા ભરતા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.