Gujarat

ભીલડી સહિત બનાસકાંઠામાં કોરોનાને કારણે મજૂર ન મળતાં ખેડૂતો દ્વારા જાતે જ કાપણી

By GS Team
14 May 20201 min read
This article was originally published on 14 May 2020
ભીલડી સહિત બનાસકાંઠામાં કોરોનાને કારણે મજૂર ન મળતાં ખેડૂતો દ્વારા જાતે જ કાપણી

ભીલડી, તા. 13 મે 2020, બુધવાર

ડીસા તાલુકાના ભીલડી પંથકમાં અષાઢી બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે. જોકે વર્તમાન સમયે કોરોના વાઈરસના કારણે મજૂરો ન મળતાં ખેડૂતો ઉનાળાની કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના જ જાતે જ બાજરીની કાપણીમાં જોતરાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બાજરીનું મબલખ વાવેતર થયું છે. જ્યાં જિલ્લામાં ૧,૭૧,૨૪૬ હેક્ટર જમીન જ્યારે ડીસા તાલુકામાં ૩૪૫૫૦ હેક્ટર જમીનમાં ખેડૂતોએ બાજરીનું વાવેતર કર્યું છે. જ્યાં ડીસા તાલુકાના ભીલડી પંથકમાં આ અષાઢી બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે.

જોકે વર્તમાન સમયે કોરોના વાઈરસના કારણે મજૂરો ન મળતા ખેડૂતો ઉનાળાની કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના જ જાતે જ બાજરીની કાપણીમાં જોતરાયા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે બાજરીના પાકને નુકશાન થયું હતું. જેની ઉત્પાદન ઉપર તો અસર થશે જ અને આગામી સમયમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રખેને રહ્યો સહ્યો પાક પણ બગડી જાય તે પહેલા ઉનાળાની બળબળતી ગરમીની પરવા કર્યા વિના ખેડૂતો જાતે જ બાજરીની કાપણીના કામમાં જોતરાયા છે. વર્તમાન સમયે માર્કેટયાર્ડમાં નવી બાજરીની આવક થઈ નથી. જોકે જુની બાજરીનો ભાવ ૩૩૦ થી ૩૪૦ની વચ્ચે જળવાઈ રહ્યો છે.