Gujarat

જિલ્લા સુધી ક્લાઈમેટ ચેઈન્જની અસર, કપાસમાં સુકારાથી ઉત્પાદન મળતું નથી

By GS TEAM
13 Aug 20252 mins read
જિલ્લા સુધી ક્લાઈમેટ ચેઈન્જની અસર, કપાસમાં સુકારાથી ઉત્પાદન મળતું નથી

- કુલ વાવેતર વિસ્તારના 53 ટકામાં કપાસનું વાવેતર થાય છે પરંતુ

- એક ધારા વરસાદના લીધે ખેડૂતોને નિંદામણ સહિતના સર્જાતા પ્રશ્નો : ઊંચા તાપમાન અને પછી વરસાદ પડવાથી કપાસના જીંડવા એક સાથે પાકી જાય છે

ભાવનગર : 'ક્લાઈમેટ ચેન્જ'ની અસર ભાવનગર જિલ્લા સુધી જોવા મળી રહી છે. જેના પરિણામે ઉત્પાદનની અવસ્થાએ જ કપાસમાં સુકારો લાગુ પડી જાય છે અને કપાસનું ઉત્પાદ્દન મળતું નથી. છેલ્લા બે વર્ષથી આ અસર જોવા મળી રહી છે. 

ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૩,૯૨,૮૮૬ હેક્ટર વિસ્તારમાં અત્યાર સુધીમાં વાવેતર થયું છે. જેમાં ૨,૦૮,૮૮૪ હેક્ટર વિસ્તારમાં એકલા કપાસનું જ વાવેતર થયું છે. આમ, કુલ વાવેતર વિસ્તારના ૫૩ ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. આટલા મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, ખેડૂતો બિયારણ ખરીદે છે. ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ કરે છે. દિવસ-રાત એક કરીને પાક ઉગાડે છે. પરંતુ એક ધારા વરસાદથી નિંદામણ સહિતના પ્રશ્નો સર્જાય છે. આથી ખેડૂતો માટે યોગ્ય માવજત કરવાનું મુશ્કેલ બને છે. એમાં પણ કેટલીક વાર ૩૫ ડિગ્રી કરતા ઊંચા તાપમાન પછી એકાએક વરસાદનું આગમન પણ પાકના વિકાસને વિપરિત અસર કરે છે. ફલસ્વરૂપ જીંડવા એક સાથે પાકી જાય છે અને ત્રણ વીણીને બદલે એક જ વીણી થઈ શકે છે. 

કપાસના સ્થાને દિવેલાનું વાવેતર વધુ સારો વિકલ્પ

કપાસના સ્થાને દિવેલાનું વાવેતર વધુ સારો વિકલ્પ બની શકે છે તેમ ઈન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મોહમદ રીઝવાને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એરંડાનો પાક ઓછી મહેનતે વધુ આવક આપે છે અને કપાસ કરતા ખર્ચ પણ ઓછો થાય છે. સરેરાશ ૧ હેક્ટરે દોઢસો મણ ઉત્પાદન થઈ શકે. ૧૫ ઓગસ્ટની આજુબાજુ દિવેલાનું વાવેતર થાય છે. 

કુલ વાવેતરની તુલનામાં કપાસનું વાવેતર

તાલુકો

કપાસ

કુલ વાવેતર

ભાવનગર

 ,૫૨૧

૨૮,૮૨૮

ગારિયાધાર

૩૪,૨૪૭

૩૮,૫૯૭

ઘોઘા

,૪૧૧

૨૬,૨૬૭

જેસર

,૦૦૮

૨૬,૦૦૦

મહુવા

૨૫,૭૯૪

૭૦,૪૫૨

પાલિતાણા

૨૨,૪૫૦

૩૩,૬૩૩

સિહોર

૨૪,૬૩૬

૪૬,૦૮૮

તળાજા

૧૯,૪૭૪

૫૮,૩૨૨

ઉમરાળા

૨૫,૦૯૮

૨૭,૫૫૫

વલ્લભીપુર

૩૩,૨૪૫

૩૭,૧૪૬

કુલ

,૦૮,૮૮૪

,૯૨,૮૮૬