Gujarat

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્સને ઝડપી લીધો

By GS TEAM
21 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) અને સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્સને ઝડપી લીધો

Jamnagar Gas Refilling : જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) અને સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.

 પ્રાપ્ત માહિતી મુજબ તા.20 એપ્રિલ 2026ના રોજ સવારે અંદાજે 09:40 વાગ્યે બેડેશ્વર ખાતે સંજય મીલની પાછળની ગલીમાં આરોપી મનસુખભાઈ રામાભાઈ સોલંકી (ઉ.વ.34), રહે. રાંદલનગર, નવાઘામ ઘેડ, જામનગર જાહેરમાં ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસનું રીફિલિંગ કરી રહ્યો હતો. 

આ દરમિયાન કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી આસપાસના લોકોના જીવને જોખમ ઊભું થયું હતું.

 પોલીસે સ્થળ પરથી ગેસના ભરેલા બાટલા નંગ 4, અર્ધભરેલો બાટલો નંગ 1, ખાલી બાટલા નંગ 3 તેમજ બે લોખંડની નોઝલ મળી કુલ રૂપિયા 16,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીને નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 આ મામલે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

 આ સમગ્ર પ્રકરણમાં આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્ટેબલ ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.