Get The App

શેરબજારમાં આકર્ષક લાલચ ભારે પડી, યુવકને છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં નોંધાવી ફરિયાદ

લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે જેવો કિસ્સો

૫૦૦૦ હજારના પાંચ કલાકમાં ૩૦,૦૦૦ કમવાની લાલચ આપી

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
શેરબજારમાં આકર્ષક લાલચ ભારે પડી, યુવકને છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં નોંધાવી ફરિયાદ 1 - image


અમદાવાદ, શનિવાર

'લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે' તે કહેવતને સાચી ઠેરવતો વધુ એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો નફો કમાવાની લાલચમાં ઘોડાસરના એક યુવકે રૂ. 18,500 ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે ઈસનપુર પોલીસે અજાણ્યા સાયબર ગઠિયા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

5,000 સામે 30,000ની લાલચ આપી

ફરિયાદ મુજબ, ઘોડાસર વિસ્તારમાં રહેતા આ યુવકે ગત તા. 08-03-2026ના રોજ ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો મેળવવાની એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં માત્ર 5 કલાકમાં રૂ. 5,000ના રોકાણ સામે રૂ. 30,000 કમાવવાની આકર્ષક લાલચ આપવામાં આવી હતી. યુવક આ લાલચમાં આવી ગયો હતો અને જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કર્યું હતું, જેનાથી તે એક ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ ગયો હતો.

ટેક્સના નામે ઓનલાઈન છેતરપિંડી

ટેલિગ્રામ ગ્રુપમાં સક્રિય સાયબર ગઠિયાઓએ યુવકને વિશ્વાસમાં લઈને અલગ-અલગ ચાર્જ અને ટેક્સના બહાને કુલ રૂ. 18,500 પડાવી લીધા હતા. આટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી પણ ગઠિયાઓએ નફાની રકમ આપવાને બદલે બીજા વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. વારંવાર પૈસા માંગવામાં આવતા યુવકને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો. અંતે, આ મામલે યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ તપાસ તેજ કરી છે.