Get The App

પતિને સાત વર્ષની સખ્ત અને સાસુને બે વર્ષની સાદી કેેદ

અસહ્ય ત્રાસ આપવામાં આવતા મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
પતિને સાત વર્ષની સખ્ત અને  સાસુને બે વર્ષની સાદી કેેદ 1 - image

વડોદરા : પતિ સહિતના સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી આપવામાં આવતા અસહ્ય ત્રાસથી કંટાળી મહિલાએ આત્મહત્યા કરી લેતા આ કેસમાં કસુવાર પતિને અદાલતે સાત વર્ષની સજા અને સાસુને બે વર્ષની સજા ફટકારી હતી.

બનાવની વિગત એવી છે કે, એકતાનગર વિસ્તારમાં રહેતી રતનબેન નામની પરિણીતાએ તારીખ ૮ જુલાઇ ૨૦૨૧ના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતાએ  ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને પતિ પંકજ, સાસુ લાભુબેન અને અન્ય સાસરીયાઓ દ્વારા દહેજ માટે તેમજ ઘરકામ બાબતે સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ બી. એસ. પુરોહીતે રજૂઆત કરી હતી કે, આરોપીઓએ એકબીજાની મદદગારીથી પરિણીતાને મરવા માટે મજબૂર કરી છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાન લઇ પતિ પંકજ ગોપાલભાઈને ૭ વર્ષની સખત કેદ અને લાભુબેનને કલમ ૪૯૮(ક) હેઠળ ૨ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી, જ્યારે પુરાવાઓના અભાવે  બે આરોપીને કોર્ટે  નિર્દોષ જાહેર કર્યા હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, પરિણીતાને લગ્નજીવન દરમિયાન દહેજની માંગણી અને મારઝૂડ કરી અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો, જે સમાજ માટે ગંભીર ગુનો છે.