Get The App

VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે 1 - image

Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તારમાં ફરી એક વખત જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વિજય ચાર રસ્તા નજીક આવેલી સુભાષ સોસાયટીમાં એક શખસે તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને જાણ કરાતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે 2 - image

આ ઘટના અંગે મળતી વિગતો મુજબ, અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે. સુભાષ સોસાયટીના બંગલા નંબર 16માં ફાયરિંગનો બનાવ બન્યો છે. જ્યાં ઘરમાં પતિ પત્નીનો ઝઘડો થતાં રાહુલ સોની નામના યુવકે ઘરની બહાર આવીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે 3 - image

આ પણ વાંચો: સ્કૂલે મુકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ, પોલીસ તપાસ શરૂ

મહત્ત્વનું છે કે, આ ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. આ બનાવવાની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ફાયરિંગ કરનાર વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે 4 - image