Gujarat

પત્ની સાથે સામાન્ય બોલાચાલી પછી પતિનો આપઘાત

By GS TEAM
18 Sep 20251 min read
પત્ની સાથે સામાન્ય બોલાચાલી પછી  પતિનો આપઘાત

વડોદરા,ગઇકાલે રાતે પત્ની સાથે થયેલી સામાન્ય બોલાચાલી  પછી આજે સવારે પતિએ ગળા ફાંસો ખાઇ લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,લાલબાગ કુંભારવાડા વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષના દિલીપભાઇ ભીખાભાઇ બારિયા પોર જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરે છે. સંયુક્ત પરિવારમાં રહેતા દિલીપભાઇને ગઇકાલે રાતે પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. આજે સવારે તેઓ ભાઇ સાથે માર્કેટમાં પણ ગયા હતા. નોકરી જવાનું  હોઇ દિલીપભાઇ એકલા ઘરે  પરત આવી ગયા હતા. તેમના પત્ની પણ કામ પર  ગયા હતા. થોડીવાર પછી તેમના પિતા ઉપરના માળેથી નીચે આવ્યા ત્યારે જોયું તો દિલીપભાઇએ ગળા  ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા નવાપુરા પોલીસે સ્થળ પર જઇ કાર્યવાહી હાથ ધરી હતી. પત્ની સાથે થયેલી સામાન્ય બોલાચાલીના કારણે તેમણે આપઘાત કરી લીધો હોવાનું અનુમન સેવાઇ રહ્યું છે.