Gujarat

VIDEO | રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ

By GS TEAM
8 Apr 20261 min read
TukuTouch Logo
રાજ્યમાં ભરે ઉનાળે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ

Gujarat Weather : રાજ્યમાં ભરે ઉનાળે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે. 

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે નવી આગાહી કરવામાં આવી છે, જેમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી જેટલો વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD અનુસાર, આગામી તારીખ 11થી 14 સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ખાસ કરીને કોસ્ટલ(દરિયાકાંઠાના) ક્ષેત્રોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે દરિયાઈ વિસ્તારો નજીકમાં વસવાટ કરતા લોકોને ગરમી અને બફારાના લીધે ભારે અકળામણનો અનુભવ થઈ શકે છે.

રાજ્યમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન

હાલમાં રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. શહેરોની વાત કરીએ તો, અમરેલીમાં સૌથી વધુ 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 36.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

આ પણ વાંચો: અમદાવાદ: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જો કે, રાહતની વાત એ છે કે પવનની ગતિ હમણાં સામાન્ય જ રહેશે.