Get The App

અમદાવાદ : વાહન લઈને રોન્ગ સાઈડમાં ઘૂસેલા યુવકની દાદાગીરી, હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો

બાપુનગરમાં હોમગાર્ડને લાફા મારી કોલર પકડી માર માર્યા

રિક્ષાવાળાને છોડી બે હોમગાર્ડ જવાને ઢોર માર માર્યો

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ : વાહન લઈને રોન્ગ સાઈડમાં ઘૂસેલા યુવકની દાદાગીરી, હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો 1 - image

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ડર ના હોય તેમ પોલીસ અને હોમગાર્ડ જવાનો ઉપર હુમલા કરી રહ્યા છે. બાપુનગરમાં ભીડભંજન શાક માર્કેટ પાસે વાહન લઈને રોન્ગ સાઈડમાં આવેલા શખ્સને હોમગાર્ડ જવાને સાઇડમાં કર્યો હતો જેના કારણે ઉશ્કેરાઇને હોમગાર્ડ જવાને લાફા મારી એકનો કોલર પકડી અને બીજાને ગરદન પકડીને માર માર્યો હતો, એટલું જ નહી એક હોમગાર્ડ જવાનને પીઠના ભાગે છરીના ઘા માર્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે રિક્ષા ચાલક બાદ હોમગાર્ડ જવાન સાતે પણ દાદાગીરી કરી

બાપુનગરમાં રહેતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે તેઓ સહ કર્મચારી સાથે બાપુનગરમાં ભીડભંજન શાક માર્કેટ નજીક પટેલ ત્રણ રસ્તા પાસે ફરજ પર હાજર હતા અને ટ્રાફિક નિયમન કરવી રહ્યા હતા આ સમયે એક રાતે ૮.૧૫ વાગે એક શખ્સ એક્ટિવા ઉપર બેસીને રોન્ગ સાઇડમાં આવીને રિક્ષા ચાલક સાથે તકરાર કરી રહ્યો હતો.

ટ્રાફિક જવાન સાથે મારામારી કરી

જેથી ટ્રાફિક જામ થતાં ફરિયાદી તેને સમજાવીને સાઇડમાં આવવાનું કહેતા ઉશ્કેરાઇને ફરિયાદીને લાફા  મારીને કોલર પકડીને મારા મારી કરી હતી. જેથી સહ કર્મચારી દોડી આવ્યા હતા અને વચ્ચે પડતાં બીજા શખ્સોએ આવીને બન્ને હોમગાર્ડ જવાન સાથે તકરાર કરીને ઢોર માર માર્યો હતો. જ્યારે એક શખ્સે ફરિયાદીને સહ કર્મચારીને પીઠમાં છરીથી હુમલો કરીને આરોપીઓ નાસી ગયા હતા.