Gujarat

ગુજરાતમાં HMP વાઇરસનો વધુ એક કેસ, અમદાવાદમાં નવ મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

By GS Team
10 Jan 20252 mins read
This article was originally published on 10 Jan 2025
TukuTouch Logo
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઇરસની મહામારી બાદ હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. ગુજરાતમાં અમદાવાદ અને હિંમતનગર સહિત HMPVના અત્યારસુધીમાં ત્રણ કેસ નોંધાયો હતા. જ્યારે HMPVનો વધુ એક કેસ અમદાવાદથી સામે આવતા રાજ્યમાં કુલ ચાર કેસ નોંધાયા છે. જેમાં HMPVના ચોથા કેસમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજ્યમાં HMPVના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં HMP વાઇરસનો વધુ એક કેસ, અમદાવાદમાં નવ મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

HMPV Virus In Gujarat : દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઇરસની મહામારી બાદ હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. ગુજરાતમાં અમદાવાદ અને હિંમતનગર સહિત HMPVના અત્યારસુધીમાં ત્રણ કેસ નોંધાયો હતા. જ્યારે HMPVનો વધુ એક કેસ અમદાવાદથી સામે આવતા રાજ્યમાં કુલ ચાર કેસ નોંધાયા છે. જેમાં HMPVના ચોથા કેસમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજ્યમાં HMPVના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

ચોથો કેસ: અમદાવાદમાં 9 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઈલ્ડ હુડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદમાં નોંધાયો હતો HMPVનો પ્રથમ કેસ

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો. 

બીજો કેસ: હિંમતનગરમાં આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. 

ત્રીજો કેસ: 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ

HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.