Gujarat

છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત

By GS TEAM
24 Nov 20251 min read
TukuTouch Logo
છોડા ઉદેપુરના બોડેલી-નસવાડી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બોડેલીના વણીયાદ્રી ગામના વળાંક પાસે અજાણ્યા વાહને બાઇકને અડફટેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાહનની અડફેટમાં બાઈક અડધો કિલોમીટર ઘસેડાતાં બાઈકમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત

Hit And Run Incident On Bodeli-Naswadi Road : છોડા ઉદેપુરના બોડેલી-નસવાડી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બોડેલીના વણીયાદ્રી ગામના વળાંક પાસે અજાણ્યા વાહને બાઇકને અડફટેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાહનની અડફેટમાં બાઈક અડધો કિલોમીટર ઘસેડાતાં બાઈકમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત

મળતી માહિતી મુજબ, સંખેડા તાલુકાના વાસણા ગામના ત્રણ વ્યકિત મોટરસાઈકલ મારફતે બોડેલી લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન બોડેલી નસવાડી રોડ ઉપર બોડેલીના વણીયાદ્રી અને તાંદલજા ગામની સીમ પાસેના વળાંક પર અજાણ્યા વાહને તેમના મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. 

આ પણ વાંચો: સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન

આ અકસ્માતમાં બાઈક પર સવાર કનુભાઈ પરસોત્તમભાઈ રોહિત, બાબાભાઈ માધવભાઈ રોહિત અને ધુરાભાઈ વીરાભાઇ રોહિતને ગંભીર ઈજા થતાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈને અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.