દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા નજીક આવેલા ભાયલીના એક ફ્લેટમાં દુબઈથી ચાલતા હાઈટેક ઓનલાઇન જુગારનો જિલ્લા પોલીસે પર્દાફાશ કરી એક યુવતી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે દુબઈના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ હેલ્પ લાઇન વર્ધિ આધારે, ભાયલી ગામે સિધ્ધિ વિનાયક સોપાન ફ્લેટના એક ઘરમાં ગેરકાયદેસર પ્રવ્રુતિ થતિ હોવાની માહિતી મળતા પોલીસે ફ્લેટમાં દરોડો પાડી તપાસ કરતા ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગે.કા.રીતે ઓનલાઇન સટ્ટા રમાડાતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા પાંચ શખ્સો હર્ષિત ઉર્ફે બ્રહ્મા જે મુળ રાયપુર છત્તિસગઢનો રહેવાસી છે અને હાલ તે દુબઇ ખાતે રહે છે જેના કહેવા મુજબ નાગરિકોના બેંક ખાતા ખોલાવી તેના દ્વારા આપવામાં આવતી ગેમિંગ વેબસાઈટો તથા એપ્લિકેશન દ્વારા તીનપત્તી, રોલેટ, અંદર બહાર, રમી જેવી પ્રતિબંધિત જુગાર લગતી ગેમનું ટેલીગ્રામ દ્વારા પ્રમોશન કરી ગ્રાહકો બનાવી તેઓને તેની પાસે રહેલી માસ્ટર આઇ.ડી.થી ગ્રાહકોને આઇ.ડી.પાસવર્ડ આપી તેઓને આ પ્રતિબંધિત જુગારને લગતી ગેમો રમવા માટે એક્સેસ આપે છે.
પકડાયેલ ઇસમોના કબ્જામાંથી ઓનલાઇન સટ્ટા રમાડવાની સાધન સામગ્રી જેમાં 2 લેપટોપ તથા 16 મોબાઇલ મળી કુલ રૂ.1.51 લાખનો કુલ મુદ્દામાલ અને સ્કીન શોટના ડોક્યુમેન્ટ તથા બે પાસપોર્ટ, અલગ અલગ બેંકના 12 ડેબિટ/ક્રેડિટ કાર્ડ, જીઓ કંપનીના 2 વાઇફાઇ બોક્ષ, અલગ અલગ ચાર્જર તથા 9 એક્સટેન્સન મળી આવેલ. કુલ રૂ.1.81 લાખનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
(1) દર્શન દિલીપ (જાતે, જેઠવા, ઉ.વ.40 ધંધો-બેકાર હાલ રહે.સિધ્ધિ વિનાયક સોપાન ફ્લેટ, પાણીની ટાંકી નજીક,ભાયલી,તા.જી.વડોદરા મુળ રહે.બી-6,સાઇ કોમ્પલેક્ષ,દેવેન્દ્ર નગર, રાયપુર શહેર, છત્તીસગઢ રાજ્ય)
(2) જોકિમ ઇશ્વરભાઇ મેકવાન (ઉ.વ.40, ધંધો બેકાર, રહે.134,પાવન પાર્ક સોસાયટી, ઓલ્ડ છાણી રોડ,રેસેસ ગાર્ડનની બાજુમાં,છાણી, વડોદરા શહેર)
(3) શેખર પ્રદિપ (જાતે-કશ્યપ, ઉ.વ.25, ધંધો-બેકાર, હાલ રહે.ઘર નં.એ-504, સિધ્ધિ વિનાયક સોપાન ફ્લેટ, પાણીની ટાંકી નજીક, ભાયલી, તા.જી.વડોદરા મુળ રહે. મકાન નં 64, વોર્ડ નંબર 4, કેકરાજોર પોસ્ટ. ગોહરાપદર જીલ્લો ગરીયાબંદ, છત્તીસગઢ રાજ્ય)
(4) ધ્રુતિ વા/ઓ જોકિમ મેકવાન ડો/ઓ હિતેશકુમાર ઠાકોરલાલ ઠક્કર (ઉ.વ.25, ધંધો-અભ્યાસ, રહે.બી-46, જય ખોડિયાર નગર, નારાયણ નગર પાસે, ગોરવા, વડોદરા શહેર)
(5) મોહમદઆરિફ મુસાભાઇ પટેલ (ઉ.વ.41, રહે.સી-13, અકોટા ટાઉનશીપ, અકોટા, વડોદરા શહેર),
ફરાર આરોપી હર્ષિત ઉર્ફે બ્રહ્મા (મુળ રહે-રાયપુર છત્તિસગઢ અને હાલ-દુબઇ)









