Gujarat

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ

By GS TEAM
26 Oct 20252 mins read
TukuTouch Logo
અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે 30 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રવિવારે (26 ઓક્ટોબર) 8 જિલ્લા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ

Rain Forecast : અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે 30 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રવિવારે (26 ઓક્ટોબર)  8 જિલ્લા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.


8 જિલ્લામા રેડ ઍલર્ટ 

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે રવિવારે બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.


27 ઓક્ટોબરની આગાહી

આવતીકાલે સોમવારે 26 જિલ્લામાં ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

28-29 ઓક્ટોબરની આગાહી

આગામી 28-29 ઓક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી

30 ઓક્ટોબરની આગાહી

30 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.