Gujarat

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 થી વધુ જિલ્લામાં એલર્ટ

By GS TEAM
23 Aug 20251 min read
TukuTouch Logo
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે (23 ઓગસ્ટ) 27 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. જેમાં સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવું રહેશે વાતાવરણ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 થી વધુ જિલ્લામાં એલર્ટ

Rain Forecast : રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે (23 ઓગસ્ટ) 27 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. જેમાં સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવું રહેશે વાતાવરણ.

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજે શનિવારે (23 ઓગસ્ટ) અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ. અમદાવાદ, ભરૂચ. વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

24 થી 26 ઓગસ્ટની આગાહી

આગામી 24 થી 26 ઓગસ્ટ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

27 થી 29 ઓગસ્ટની આગાહી

આગામી 27 થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 10 થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.