Get The App

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 1 - image


Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી. હાલ અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. એવામાં  હવામાન વિભાગ દ્વારા રાજ્યના 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યા સુધી આ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય બાકીના જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 2 - image

અમદાવાદમાં વરસાદ

હાલ, અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સરખેજ, મકરબા, એસ.જી હાઇવે, ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ ગાંધીનગરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે. બીજી બાજું પૂર્વ વિસ્તાર રાણીપ, અખબાર નગર, નરોડામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 3 - image

23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, માં ઓરેન્જ એલર્ટ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. 

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 4 - image

આ પણ વાંચોઃ વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ

11 જિલ્લામાં યેલો એલર્ટ

આ સિવાય ગુજરાતના બાકીના 11 જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. સાંજે પાંચ વાગ્યા સુધી કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકામાં હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે. 

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 5 - image

આ પણ વાંચોઃ જામનગર મહાનગર પાલિકાની વિવિધ સેવાઓ માટે શરૂ થઈ નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાઓ

હવામાન વિભાગની આગાહી

  • 23 ઓગસ્ટ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
  • 24 ઓગસ્ટઃ  કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 
Tags :